ભરૂચ : વાગરા સુવા અને જોલવાના ગરીબ પરિવારોને કીટનું વિતરણ

Update: 2020-04-05 15:01 GMT

લોકડાઉનની

સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગને અનાજ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહયું

છે. 

વાગરા જીઆઇડીસીમાં

આવેલી ફિલાટેક્સ કંપનીએ મામલતદાર વિજયસિંહ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ

જોલવા અને સુવા ગામના અગ્રણીઓ સાથે મળી  અનાજની એક હજાર જેટલી કીટનું વિતરણ

કર્યું છે. આ વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ ઇશ્વરભાઇ, જોલવાના અગ્રણી સુલેમાન પટેલ સહિત

કંપનીના અધિકારીઓ હાજર રહયાં હતાં. કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

છે. લોકડાઉન દરમિયાન વેપાર-ધંધા બંધ થતાં રોજનું કમાયને રોજ ખાતા લોકો કફોડી

હાલતમાં મુકાયાં છે ત્યારે તેમની મદદ માટે સેવાભાવી સંસ્થાઓ, સરકાર અને કંપનીઓ આગળ આવી છે. સુવા અને

જોલવા ગામના ગરીબોને અનાજ મળતાં તેમણે ખુશી વ્યકત કરી છે. 

Tags:    

Similar News