ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચની ટિકિટોનું વેચાણ કેશલેશ થશે

Update: 2016-12-18 15:19 GMT

 

19 જાન્યુઆરી ના રોજ ઓરિસ્સાના બારાબતી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમાવાની છે તેની ટિકિટનું વેચાણ કેશલેશ ધોરણે કરવામાં આવશે.

ઓરિસ્સા ક્રિકેટ એસોસિયેશન (OCA)ના સચિવશ્રી આશીર્વાદ બેહેરાએ જણાવ્યું હતું કે નોટબંધીને પગલે લોકો પાસે રોકડ નાણાંની અછત છે જેથી લોકોની સુવિધા માટે એસોસિયેશનની બેઠકે નક્કી કર્યું છે કે રૂ 500 થી વધુની રકમની ટિકિટ માટે બેંક ચેક, ડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ તેમજ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકશે.

જો કે દર્શકો 2,000 રૂપિયા સુધીની રોકડ ચૂકવણી દ્વારા ટિકિટ મેળવી શકે છે.ડિજિટલ વ્યવહારો રૂ 2000 ની ઉપરની ટિકિટને લાગુ પડશે અને આ માટે OCA દ્વારા ટિકિટ કાઉન્ટર પર લોકોની સુલભતા માટે કાર્ડ સ્વાઇપ મશીનોની સગવડ પણ કરાઈ છે તેમજ ટિકિટની ખરીદી ઈ વૉલેટ મારફતે કરી શકાશે.

43,000 ટિકિટો પૈકી 25 ટકા ઓનલાઇન વેચવામાં આવશે જેમાં ઓનલાઇન ટિકિટ વેચાણ 2 જાન્યુઆરીથી જ્યારે OCA સાથે સંકળાયેલા એજન્સીઓ દ્વારા 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન અને બારાબતી સ્ટેડિયમ પર 16 ,17 જાન્યુઆરીએ ટિકિટનું વેચાણ કરવામાં આવશે.

ઇંગ્લેન્ડ ભારત સામે ત્રણ વન-ડે મેચ રમશે જેમાં બીજી મેચ કટક ખાતે રમવામાં આવશે.

 

Tags:    

Similar News