ભારતમાં કોરોનાથી પીડાતા લોકોની સંખ્યા 649 પર પોહચી

Update: 2020-03-26 17:23 GMT

દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તેમાં 563 ભારતીય નાગરિક છે અને વિદેશી નાગરિક 43 છે. જ્યારે 13 લોકોના મોત થયા છે. 43 દર્દી ઠીક થઈ ગયા છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 128 છે. જ્યારે કેરળમાં 109, કર્ણાટકમાં 41, ગુજરાતમાં 38, યૂપીમાં 37, રાજસ્થાનમાં 36, તેલંગાનામાં 35, દિલ્હીમાં 31, પંજાબમાં 29, હરિયાણામાં 28, તમિલનાડુમાં 18, મધ્ય પ્રદેશમાં 14, લદ્દાખમાં 13 કોરોના વાયરસના સંક્રમિત દર્દી છે.

વાયરસને

કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા માટે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મંત્રી સમૂહની ગઈકાલે બેઠક મળી

હતી. બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં  અત્યાર

સુધીમાં કોરોનાના 606 કેસ સામે આવ્યા છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને નિયંત્રમમાં

કરવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે વાયરસનું પરીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાને

વ્યાપક રીકે પ્રભાવી બનાવવાના ઉપાય સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

Similar News