ભારતીય ફિલ્મજગતના પિતા દાદા સાહેબ ફાળકેનો આજે જન્મદિન

Update: 2016-04-30 04:58 GMT

ભારતીય ફિલ્મ જગતના પિતા તરીકે ઓળખાતા દાદા સાહેબ ફાળકેનો આજે જન્મદિન છે. તેમનો જન્મ 30 એપ્રિલ 1870માં થયો હતો. તેઓ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઇટર હતા.

દાદાસાહેબ ફાળકેનો જન્મ ત્ર્યંબકેશ્વરમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. મુંબઇની સર જે.જે.સ્કુલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યા બાદ તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના કલા ભવન ગયા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગોધરામાં ફોટોગ્રાફર તરીકે કરી હતી. પરંતુ પ્લેગમાં તેમની પ્રથમ પત્ની અને પુત્રનું અવસાન થતા તેમણે પોતાનો બિઝનેસ છોડી દીધો હતો.

ભારતની સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશચંદ્ર તેમણે 1913માં બનાવી હતી. 1913થી માંડીને 1937 સુધીની પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમણે કુલ 95 ફિલ્મો તેમજ 26 ટૂંકી ફિલ્મો બનાવી હતી.

ભારત સરકારે 1969થી ભારતીય ફિલ્મ જગતમાં જીવનપર્યત ફાળો આપનાર કલાકારોને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. ભારતીય સિને સિતારાઓ માટે આ એવોર્ડ ખૂબ જ મહત્વનો છે. આ વર્ષે મનોજકુમારને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Similar News