ભારતે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક સિધ્ધિ હાંસલ કરતા પ્રથમવાર ઇસરોએ સ્વદેશી સ્પેસ શટલ તૈયાર કર્યું છે.

Update: 2016-05-16 11:34 GMT

આ સ્પેસ શટલના નિર્માણનું કાર્ય પુર્ણ થઇ ગયું છે અને તેને હરિકોટા ખાતે અંતિમ સ્વરૂપ અપાઇ રહ્યું છે. આ એક રિયુઝેબલ સ્પેસ શટલ છે.

જ્યારે વિશ્વના ઘણાં દેશો રિયુઝેબલ સ્પેસ શટલના વિચારને ફગાવી ચૂક્યા છે ત્યારે ઇસરોએ ફરી ઉપયોગમાં લઇ શકાય તેવું સ્પેસ શટલ બનાવ્યું છે.

ઇસરોના વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે જો આ પ્રયોગ સફળ થશે તો અંતરિક્ષમાં ઉપગ્રહ તરતો મૂકવાના ખર્ચમાં 10 ટકા સુધીનો ઘટાડો થઇ જશે.

હરિકોટાથી આ અંતરિક્ષ યાનનું પ્રક્ષેપણ થયા બાદ તે અંતરિક્ષમાં સફર કરી અવાજની ગતિ કરતા પાંચ ગણી સ્પીડથી ફરી ઉતરાણ કરશે.

ઉલ્લેખનીય છે કે ભારત સહિત વિશ્વમાં માત્ર પાંચ દેશો જ પોતાનું સ્પેસ શટલ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

Similar News