ભુજના આશાપુરા મંદિરે શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવી હોળી

Update: 2019-03-21 05:09 GMT

સદીઓથી ચાલી આવતી કચ્છની પરંપરા મુજબ આજે ભુજના આશાપુરા મંદિરે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને ત્યારબાદ શહેરમાં હોલિકા દહનનો પ્રારંભ થયો હતો.

ભુજની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રથમ આશાપુરા માતાજીના મંદિરે હોળી પ્રાગટય થાય છે બાદમાં શેરી , મહોલ્લા , મંડળો માં હોળી પ્રાગટય કરવામાં આવે છે.આ બાબત ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી છે.આ વખતે 8000 છાણાનો ઉપયોગ કરીને હોળી તૈયાર કરવામાં આવી હતી હોલિકાના ફેરા ફરવાથી સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહે છે આજે બહોળી સંખ્યામાં શહેરીજનોએ મંદિરમાં ઉપસ્થિત રહી હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી...દરમિયાન અહીં હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડિંગ મેં ભી ચોકીદાર ની રંગોળી દોરવામાં આવી હતી જે આકર્ષણરૂપ બની હતી.

 

Similar News