મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

Update: 2019-12-22 04:23 GMT

મહારાષ્ટ્ર સરકારે આજે વિધાનસભામાં બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન જણાવ્યું, તેમની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું ઋણ માફ કર્યું છે. લોનના રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ યોજના માર્ચથી લાગુ થશે. . આ યોજના મહાત્મા જ્યોતિરાવ ફુલે ઋણમાફી યોજનાના નામથી ઓળખાશે. આ ઉપરાંત ઋણ સમય પર ચુકવી દેનારા ખેડૂતોને વિશેષ સ્કીમ પણ આપવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોની દેવામાફી એક મોટો મુદ્દો હતો. મુખપત્ર 'સામના' દ્વારા પણ શિવસેનાએ ખેડૂતોને ઋણમાફી અને વળતર આપવાની વાત કરી હતી.

Tags:    

Similar News