મોડર્ન ગુજરાતી સિનેમા જગતમાં નવો અધ્યાય રચી રહ્યું છે 'રતનપુર'

Update: 2018-03-21 12:23 GMT

ફિલ્મ રિલિઝ થયાના થોડાક જ દિવસોમાં ચિંતકો અને દર્શકોનો મળ્યો ભવ્ય પ્રતિસાદ

''હું એવ વાતથી ખુશ છું કે પોલીસને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર એક નવી છાપ છોડશે.'' આ શબ્દો છે વડોદરાના પોલીસ કમિશ્નરશ્રી મનોજ શશીધરનાં. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મમાં અવનવા વિષયો સાથે ફિલ્મો રીલીઝ થઇ રહી છે. ગુજરાતી પ્રેક્ષકો એને બખુબી વધાવી રહ્યા છે, આવી જ એક તદ્દન હટકે ફિલ્મ 'રતનપુર' હાલમાં ખુબ પ્રશંસા પામી રહી છે.

ગુજરાતીમાં કદાચ પહેલીવાર એક ટ્રેઈની IPS ઓફિસરના જીવન સાથે જોડાયેલી સાચી ઘનાઓ અને લોકેશન્સને સુંદર રીતે લઈને ફિલ્મ બની છે. ફિલ્મને રીયલ લુક આપવા માટે ગુજરાતના ન જોયેલા લોકેશનને અદભુત રીતે શૂટ કરાયા છે. તો ફિલ્મનું ગીત 'ઉડું આજ' કે જે બોલીવુડની પ્રખ્યાત સિંગર સુનિધિ ચૌહાણે ગાયું છે. જે ખુબ પોપ્યુલર થઇ રહ્યું છે.

''રતનપુર ફિલ્મ અફલાતુન સસ્પેન્સ અને થ્રીલર છે. જાણે ગુજરાતીમાં ડબ કરેલી કોઈ ક્વોલીટી હિન્દી ફિલ્મ જોતા હો, એવી ફિલ્મ આવે એટલી હદે ગ્રીપીંગ અને સ્કિલ્સ છે! 'રતનપુર' ખરા અર્થમાં ગુજરાતી સિનેમા જગતમાં મેકર્સે સેટ બહાર લગાવેલી સિક્સર છે !'' આ શબ્દો છે જાણીતા લેખક જય વસાવડાના. આમ ફિલ્મ જોનારા બુદ્ધિજીવીઓને પણ આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.

'તારક મહેતા કા ઉલટા ચશ્માં' ફેમ સુંદર મામા ઉર્ફે મયુર વાકાણીએ ફિલ્મ જોઇને કહ્યું, '' પત્થર ઉપર ચોખાની ખેતી કરવી કપરું કામ હતું, મર્ડર મિસ્ટ્રી જેવા વિષયનું ખુબ મનોરંજક રીતે ફિલ્માંકન થયું છે. મને ગર્વ છે કે આપણી ગુજરાતી ફિલ્મો હવે નવા સોપાનો સર કરશે.'' એક પોલીસ ઓફિસરના જીવન ઉપર આધારિત આટલી ઓથેન્ટિક ગુજરાતી ફિલ્મ કદાચ આજ સુધી નથી આવી અને ફિલ્મનું સસ્પેન્સ દર્શકોને છેક સુધી જકડી રાખે છે.

''જે પ્રકારે ગુજરાતના ન જોયેલા લોકેશન્સ અને પોલીસનું આબેહુબ ચિત્રણ રજુ કરવામાં આવ્યું છે તે જોતાં આ ફિલ્મ ઘણા રીસર્ચ પછી બની હોય તેવું લાગે છે. નાના-નાના સીનની અંદર પોલીસ વિભાગ અને તેમની તપાસ કરવાની પદ્ધતિ જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવી છે, તે જોતાં તમે રુબુર અનુભવ કરતા હોવ તેવું લાગે છે.'' આ શબ્દો છે જમનાલાલ બજાજ કોલેજ, મુંબઈના પ્રોફેસર અરુણ સહેગલના.

આ ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઈના દર્શકોના પ્રતિભાવો જાણીને વધુને વધુ દર્શકો રતનપુર ફિલ્મ જોઈ રહ્યા છે. જે ગુજરાતી ફિલ્મને નવા ફલક ઉપર લઇ જશે. સોશિયલ મીડિયા માં ભારતની સૌ પ્રથમ પી.એચ.ડી. મહિલા ડો.ખુશ્બુ પંડ્યા તો કહે છે,''દરેક ગુજરાતીએ ગર્વ સાથે આ ફિલ્મ જોવી જોઈએ.''

Similar News