મોદીએ રાજસ્વ જ્ઞાન સંગમનું કર્યું ઉદ્ઘાટન

Update: 2016-06-16 09:06 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 16મી ના રોજ દિલ્હીમાં બે દિવસના કાર્યક્રમ રાજસ્વ જ્ઞાન સંગમનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના એન્યુઅલ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું તેમજ તેમણે રેવન્યુ અધિકારીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે મોદીએ ટેક્સ અધિકારીઓને ડિઝિટલાઇઝેશન તરફ વધવા માટે અપીલ કરી હતી. જેથી, ટેક્સ એડમિનિટ્રેશનને વધુ સૃદ્રઢ અને પ્રભાવી બનાવી શકાય.

રાજસ્વ જ્ઞાન સંગમમાં મોદીએ ટેક્સ એડમિનિસ્ટ્રેશન માટે જરૂરી પાંચ પાયા તરીકે રેવન્યુ, એકાઉન્ટિબિલીટી, પ્રોબિટી, ઇન્ફર્મેશન અને ડિઝિટલાઇઝેશનને ગણાવ્યા હતા.

વધુમાં મોદીએ ટેક્સ અધિકારીઓને જણાવ્યું હતું કે આ રાજસ્વ જ્ઞાન સંગમ, કર્મ સંગમમાં તબદિલ થવું જોઇએ.

Similar News