મોરબી : વેપારીની આંખમાં મરચું નાંખી 18 લાખ રૂપિયાની લુંટ

Update: 2020-02-25 14:45 GMT

મોરબીમાં બેંકની લુંટની ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં વેપારીની આંખમાં મરચું નાંખી બાઇક પર આવેલાં બે લુંટારૂઓ 18 લખ રૂપિયાની રોકડ રકમ ભરેલો થેલો આંચકી ફરાર થઇ ગયાં છે.

મોરબીના

વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી પાસે વેપારીની ઓફિસ આવેલી છે. તેઓ સવારના સમયે

તેમની ઇનોવા કાર લઇને ઓફિસે પહોંચ્યાં હતાં. તેઓ કારમાંથી ઉતર્યા કે તરત જ બાઇક પર

આવેલાં બે લુંટારૂઓએ તેમની આંખમાં મરચાની ભુકી નાંખી દીધી હતી. બાઇક પર આવેલાં

બંને લુંટારૂઓ વેપારી પાસેથી 18 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલો થેલો આંચકી ફરાર થઇ ગયાં હતાં. બાઇક ચલાવી

રહેલા લુંટારૂએ હેલમેટ પહેર્યો હતો જયારે બીજાએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. હાલ તો

પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી લુંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Similar News