રાજકોટ ક્રાઈમ બ્રાંચે લૂંટ કરતી ટોળકીને ઝડપી પાડી, 9 ગુનાઓની આપી કબુલાત

Update: 2018-03-20 11:46 GMT

રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી લૂંટના બનાવો બનતા રહે છે. આ ગુનાઓને અટકાવવા શહેર પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા તમામ પોલિસ સ્ટેશનના અધિકારીઓ તેમજ પોતાના સિધા તાબા હેઠળ ગણાતી ક્રાઈમ બ્રાંચને ગુનાઓ બનતા અટકાવવા તેમજ તેમને શોધી કાઢવા સુચના આપવામા આવેલ હતી. જેને અનુલક્ષીને ક્રાઈમ બ્રાંચની ટીમ પોલિસ સબ ઈન્સપેકટર કે.કે જાડેજાની ટીમના સભ્યો દ્વારા શંકાસ્પદોનુ ચેકિંગ ચાલી રહ્યુ હતુ. આ અરસામા જીતેન્દ્ર પરમાર, દિનેશ વાઘેલા અને હિરેન ગણોદીયા તથા વિજય સાકરીયાની તલાશી લેતાં પીળા રંગનો મોબાઇલ મળી આવ્યો હતો. જે બાબતે પુછપરછ કરતા તેઓ તેનો પુરાવો રજૂ નહોતા કરી શક્યા. તેથી પોલિસે આકરી પુછપરછ કરતા એક બાદ એક નવ ગુનાઓની કબુલાત આપી હતી.

કઈ કઈ જગ્યાએ ગુનાને આપ્યો હતો અંજામ

  1. રેલનગરના આવાસ કવાર્ટર સામે રીંગ રોડની સાઇડમાં શાકભાજીની રિક્ષાવાળાને રોકી લૂંટનો પ્રયાસ કર્યો હતો.

  1. ચુનારાવાડ પાસે જાહેર શૌચાલય નજીક છરી બતાવી એક યુવાનનો ફોન લૂંટ્યો હતો

  1. ખોખડદળ પુલ પરઅજાણ્યાસાઇકલ સવાર રોંગ સાઇડમાં આવતો હોઇ તેની સાથે બાઇક અથડાવી રોકીને મોબાઇલ ફોન લૂંટ્યો હતો.

  1. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બેઠા પુલ પરઅજાણ્યાયુવાન ચાલીને જતો હતો તેના ખિસ્સામાંથી રૂ. ૩૫૦ લૂંટ્યા હતાં.

  1. આજી જીઆઇડીસીના દરવાજા સામે ભૈયાને માર મારી રૂ. ૨૦૦ લૂંટ્યા હતાં.

  1. જંગલેશ્વર રોડ પર અજાણ્યા શખ્સનો મોબાઇલ ફોન તેમજ આજીડેમ ચોકડી પાસે હોન્ડાચાલકને રોકી ૫ હજારની લૂંટ કરી હતી.
  2. અટીકા નજીક બાઇક ચાલકને રોકી રૂ. ૨૦ હજાર તથા ફોનની લૂંટ કરી હતી.

  1. અમુલ સર્કલ પાસે રિક્ષવાળાને છરી બતાવી રૂ. ૩૫૦ લૂંટી લીધા હતાં.

  1. મોરબી રોડ સીટી સ્ટેશન પાસે થયેલી ૨૦ હજારની લૂંટ કરી હતી.

વિશ્વસનિય પોલિસ સુત્રોનુ માનિયે તો પકડાયેલ ચારેય શખ્સને લૂંટના રવાડે જીતેન્દ્ર નામના શખ્સે ચડાવ્યા હતા. ગત ઓગસ્ટ મહિનામા વાહન અકસ્માતમા તેનુ મોત નિપજ્યુ હતુ. તેના મૃત્યુ બાદ પણ તેના આ સાગ્રીતોએ લૂંટના ગુનાને અંજામ આપવાનુ શરૂ રાખ્યુ હતુ. ત્યારે આ બાબતે પોલિસ આજ રોજ તેમને કોર્ટમા રજુ કરી વધુ રિમાન્ડની માંગણી કરશે.

ડિટેકશનમા સામેલ પોલિસ અધિકારી

ક્રાઈમ બ્રાંચ પોલિસ ઈન્સપેકટર હિતેષ ગઢવી, પોલિસ સબ ઈન્સપેકટર કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, કોન્સ. રઘુવીરસિંહવાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, , વિરદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા , ડાયાભાઇ બાવળીયા

 

Similar News