રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોવિંદ રાણપરિયા બિનહરીફ જાહેર, જાણો કેટલુ છે વાર્ષિક ટર્ન ઓવર 

Update: 2018-03-17 04:50 GMT

વાર્ષિક રૂ.800 કરોડનુ ટર્ન ઓવર કરતા રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના ચેરમેનની ચૂંટણી છેલ્લા પંદર દિવસ થી વિવાદમા સંપડાઈ હતી. કારણકે ચેરમેનની ચૂંટણી યોજાય તે પહેલા કેટલાંક સભ્યો નારાજ હતા.

પંરતુ જેમ ઘીના ઠામ મા ઘી ભળે તેમ મતદાન પુર્વે સહકારી સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો એ તેમજ કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થીના કારણે રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોવિંદભાઈ રાણપરિયા બિનહરીફ જાહેર થયા છે.

છેલ્લા પંદર દિવસથી શાસક પક્ષ પણ કેટલાક નારાજ સભ્યોના કારણે મુંજવણમા મુકાયુ હતુ. તો સાથો સાથ છેલ્લી ઘડી સુધી રાજકિય દાવપેચ પણ લગાડવામા આવ્યા હતા. ત્યારે નારાજ નવ સભ્યોમાથી પાંચ સભ્યોને મનાવવામા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ ગોવિંદ રાણપરિયાનુ જુથ સફળ રહ્યુ હતુ. નારાજ સભ્યો માની જતા જ ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી હતી. જેનુ આજ રોજ મતદાન પણ રાખવામા આવ્યુ હતુ. જેમા તમામ સભ્યોને મનાવી લેતા ગોવિંદ રાણપરિયા બિન હરિફ જાહેર થતા ફરી એક વાર ચેરમેન બન્યા છે.

 

Tags:    

Similar News