રાજકોટની રેસ્ટોરન્ટમાં ચાર અજાણ્યા શખ્સોએ તોફાન કરતા સીસીટીવી માં કેદ થયા

Update: 2017-04-18 09:31 GMT

રાજકોટમાં તારીખ 17મી ની રાત્રે પુષ્કરધામ રોડ પર આવેલ શ્રીરામ રેસ્ટોરન્ટમાં ચાર અજાણ્યા શખ્સોએ પાઇપથી તોડફોડ કરી હતી. અને રેસ્ટોરન્ટના માલિકને ઢસડીને પાઇપથી માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રેસ્ટોરન્ટના માલિક વિપુલભાઇએ જણાવ્યા હતુ કે હું તથા મારો સ્ટાફ રાત્રીના પોણા અગીયાર વાગ્યા આસપાસ રેસ્ટોરન્ટ બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમયે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે મારી પાસે જમવાનુ માંગ્યુ હતુ,જેની મે ના પાડતા પ્રથમ તેઓએ રકઝક કરી હતી. તેમજ ત્યારબાદ તેઓ ગાળા ગાળી કરવા લાગ્યા હતા. અને બંને શખ્સો ચાલ્યા ગયા હતા. પરંતુ ચાર જેટલા શખ્સો આવ્યા હતા. તેમજ આવી તોડફોડ કરવા લાગ્યા હતા. અને શખ્સોએ મને ઢસડીને ઢોર માર પણ માર્યો હતો. જે બાબતની મે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

પોલીસે રેસ્ટોરન્ટ ના સીસીટીવી ફૂટેજ મેળવીને મારામારી કરનાર તોફાની તત્ત્વોની શોધખોળ હાથધરી છે.

 

Similar News