રાજય સરકાર શક્તિદૂત યોજના હેઠળ પ્રતિભાશાળી ખેલાડીઓને નીડબેઝ સહાય થી પ્રોત્સાહિત કરશે

Update: 2017-04-05 10:25 GMT

ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને શક્તિદૂત યોજના અંતર્ગત નીડબેઝ સહાય થકી પ્રોત્સાહિત કરવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ ઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે જરૂરિયાત ના ધોરણે રમતગમત ના આધુનિક સાધનો , કોચિંગ, ટ્રેનિંગ, સ્પર્ધા ખર્ચ, વિદેશ પ્રવાસ સહિત અન્ય સુવધાઓ માટે નીડબેઝ સહાય આપવા માટે શક્તિદૂત યોજના બનાવવામાં આવી છે.

જેમાં વર્ષ 2007 થી 2017 સુધીમાં કુલ 716 પ્રતિભાશાળી ખેલાડીઓ ને શક્તિદૂત યોજના હેઠળ પસંદ કરીને રૂપિયા 1193.28 લાખ નીડબેઝ નાણાંકીય સહાય આપવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. જેમાં પ્રતિ ખેલાડી રૂપિયા 5 લાખ થી 25 લાખ સુધીની સહાય રાજ્ય સરકાર શક્તિદૂત યોજના હેઠળ આપશે.

 

Similar News