વડાપ્રધાન મોદીએ ઇન્ડોનેશિયાના પ્રમુખ વિડોડોનું કર્યું સ્વાગત

Update: 2016-12-12 10:54 GMT

ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો સોમવાર થી ભારતની બે દિવસની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાન મોદીએ તેમજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ફોટો સાથે ટ્વિટ કર્યું હતુ,કે "ઇન્ડોનેશિયા સાથે સપ્તાહ શરૂ, પ્રમુખ જોકો વિડોળોનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સ્વાગત".

સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ મુલાકાતમાં ઇન્ડોનેશિયન પ્રમુખ સાથે દ્વીપક્ષીય વાટાઘાટ થઇ શકે છે તેમજ ઓક્ટોબર 2014 માં સત્તા સંભાળ્યા બાદ વિડોડોની પહેલી મુલાકાત ભારત ખાતેની છે.

 

Similar News