વડોદરા : આજવા ખાતે રૂ. ૩.૫૯.૭૫૦ના મુદ્દામાલ સહિત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ૮ જુગારીઓ ઝડપ્યા

Update: 2019-07-16 11:55 GMT

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, આજવા રોડ ઉપર આવેલ સી-142, બહાર કોલોનીમાં રહેતા અબ્દુલઅઝીઝ અબ્દુલલતીફ શેખ પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો છે.

જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ પોલીસે દરોડો પાડી જુગાર રમતા રીઝવાન યુસુફ શેખ (રહે. ચીતારાવાડ, સુલતાનપુરા), મહંમદ જાવીદ મજમુદ્દીન મલેક (રહે. યાકુતપુરા), આસીફ રહેમાનમીયા અરબ (રહે. યાકુતપુરા), જાબીર અબ્દુલકાદર બુજુરૂગવાલા (રહે. વાડી મોગલવાડા), અબ્દુલ કાદીર મહંમદહનીફ શેખ (રહે. વાડી મોગલવાડા), મહંમદ સાજીદ મહેબુબમીયા સાદુવાલા (રહે. વાડી) અને સાદીક ગુલામરસુલ ડબલવાલા (રહે. હનુમાન ફળિયા, ન્યાયમંદિર)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા ૧.૧૦.૭૫૦ રોકડા, ૧૧ મોબાઇલ ફોન, 3 ટુવ્હિલર મળી કુલ રૂપિયા ૩.૫૯.૭૫૦ના મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Similar News