વડોદરા તરલ સોશીયલ કલબના ઓથા હેઠળ ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, 40 જુગારીયા ઝડપાયા

Update: 2017-05-16 06:33 GMT

વડોદરા ડી.સી.બી પોલીસ દ્વારા પ્રતાપનગર નવગ્રહ મંદિર પાછળ તરલ સોશીયલ ક્લબના ઓઠા હેઠળ ધમધમતા જુગારધામ પર દરોડા પાડીને 40 જુગારીયાઓ ની ધરપકડ કરીને 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રતાપનગર નવગ્રહ મંદિર પાછળ રબારી વાસમાં બિલ્ડીંગના ત્રણેય માળમાં તરલ યુથ સોસાયટીના નામથી સોશીયલ કલબના ઓથા હેઠળ બહારના વિસ્તારો માંથી લોકોને પત્તાપાના પૈસાનો હારજીતનો જુગાર રમવા માટે બોલાવી રૂપિયાથી તેમજ રૂપિયાની અવેજીમાં આપતા પ્લાસ્ટીકના કોઇનથી હારજીતનો જુગાર ચલાવતા સુરેશ ઉર્ફે સુર્યો કાણીયો અમરસિંહ ઠાકોર રહે. શ્રમજીવી સોસાયટી કપુરાઇ ચોકડી પાસે વડોદરાનાઓ ના જુગાર ધામવાળી જગ્યાએ રેઇડ કરી હતી.

સુરેશ ઉર્ફે સુર્યો કાણીયો અમરસિંહ ઠાકોર ઉપરાંત જુગાર રમવા માટે આવેલ ઇસમો મળી 40 જુગારીયાઓ ને રોકડ રૂપિયા 16120, મોબાઇલ ફોન નંગ – 25, ટુ વ્હીલર વાહનો – 10, પત્તાપાના, જુદા જુદા કોઇન મળી તમામ મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 3,19,120 ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા અન્વયે ફરિયાદ દર્જ કરી હતી.

પોલીસના દરોડામાં ઝડપાયેલ આરોપીઓ માં વડોદરા શહેરમાંથી તડીપાર થયેલ કનુભાઇ ઉર્ફે કકુલ સેંગાભાઇ માછી રહે કિશનવાડીના ઓ પણ ઝડપાયો હતો.

 

Similar News