વડોદરામાં વર્લ્ડ સોશિયલ મિડીયા ડેની ઉજવણી કરાઈ

Update: 2017-06-30 11:56 GMT

વડોદરા શહેરના ડો.આઈ.જી.પટેલ સેમિનાર હોલ, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક, ફતેગંજ ખાતે તારીખ 30મી જુન શુક્રવારના રોજ સાંજે કોન્વોફિલિયા કોમ્યુનિકેશન દ્વારા કનેક્ટ ગુજરાતના સહયોગથી ધ સોશિયલ કોન્ક્લેવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર અને આઇજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રોલાઈફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રિલાયન્સ ગ્લોબલ કોર્પોરેટ સર્વિસીસના ડિજિટલ કન્સલટન્ટ મનીષ પાંડે,ભારતની સૌથી નાનીવયની વક્તા અને ન્યુયોર્કમાં TED યુથ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 11 વર્ષીય ઈશીતા કાતિયાલ આ પ્રસંગે અણિશુદ્ધ વક્તવ્ય આપ્યું હતું,જ્યારે રેડિયો મિર્ચીના RJ ક્ષિતિજ સંગીતના માધ્યમથી પોતાના વિચારોને કેવી રીતે વ્યક્ત કરી શકાય તે અંગે રસપ્રદ માહિતી આપી હતી.આ પ્રસંગે ડિજિટલ ફિલ્મ મેકર સિવાની શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આયોજક ડો.ખુશ્બુ પંડયાએ આ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને ધ સોશિયલ કોન્ક્લેવ અંગેની માહિતી આપી હતી.

 

 

Tags:    

Similar News