વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક

Update: 2016-04-28 10:16 GMT

યુનાઇટેડ નેશન્સ અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 28મી એપ્રિલે કામના સ્થળો પર સલામતી અંગે જાગૃતતા લાવવા વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક ઉજવવામાં આવે છે. 2003થી દર વર્ષે 28 એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવે છે.

વર્ક પ્લેસ પર થતા મોત અને અકસ્માતને રોકી શકાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે વર્ક પ્લેસ સ્ટ્રેસઃ અ કલેક્ટીવ ચેલેન્જની થીમ પર આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આધુનિક સમયમાં કામના સ્થળે અનુભવાતું દબાણ એક સામૂહિક પડકાર છે.

આજની ગળાકાપ સ્પર્ધાના કારણે કર્મચારીઓ પર સતત દબાણ વધતુ જઇ રહ્યું છે. કામના વધારે કલાકો અને પરફોર્મન્સ માટેનું દબાણ કામના સ્થળને વધુ તણાવયુક્ત બનાવે છે. કામનો સતત બોજ, રિસેશન સમયે જોબ જવાની ભીતી વગેરેના કારણે આજના કર્મચારીઓ સતત તાણ અનુભવી રહ્યા છે. ત્યારે આજના દિવસે વૈશ્વિક સ્તરે કર્મચારીઓના માનસિક આરોગ્ય અંગે પણ વિચારવું રહ્યું.

Similar News