વાગરા યુથ કોંગ્રેસ દ્વારા રમજાન માસ દરમ્યાન સતત વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ કંપનીને આવેદનપત્ર પાઠવ્યું 

Update: 2016-06-10 13:19 GMT

મરામત કાર્યના અભાવે થતા વીજ વિક્ષેપને નિવારવા રજૂઆત કરાઈ

ભરૂચ જીલ્લા ના વાગરા ખાતે અનિયમિત મળતા વીજ પુરવઠાના પગલે રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ને ભારે યાતના વેઠવી પડી રહી છે.તેથી યુથ કોંગ્રેસ દ્વારા વીજ કચેરી ખાતે રમજાન માસ દરમિયાન નિયમિત વીજ પ્રવાહ મળે તે અંગેની લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી.

વાગરા તાલુકામાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી આ સમસ્યાનું રમજાન મહિનામાં નિરાકરણ લાવી સતત ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વાગરા યુવક કોંગ્રેસ દ્વારા વાગરા ડી.જી.વી.સી.એલ ના ડેપ્યુટી ઈજનેર રાકેશ ચૌધરીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.વાગરા યુવક કોંગ્રેસના પ્રમુખ સકીલ રાજે જણાવ્યું હતુ કે પવિત્ર રમજાન માસ દરમ્યાન ૨૪ કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ નહિ રહે તો ડી.જી.વી.સી.એલ કચેરી વાગરા ને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ નસીમા પટેલ , કિશોરસિંહ રણા , ફૈયાજ દેરોલ વાળા , ઇમરાન ભટ્ટી સહીત યુથ કોંગ્રેસના અનેક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર રાકેશ ચૌધરી એ અપૂરતા સ્ટાફ ના કારણે સર્જાતા વીજ પુરવઠા ની ટેકનીકલ બાબતની ક્ષતિ ઓ દુર કરવામાં સમય લાગે છે,પરંતુ રમજાન માસ દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પુરતું ધ્યાન આપવામાં આવશે તેવું આશ્વાશન આપ્યું હતું.

Tags:    

Similar News