“મધર્સ ડે સ્પેશિયલ” : ભરૂચની એક એવી માતા કે, જેણે પતિના અવસાન બાદ 2 દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું...

મકતમપુર વિસ્તારમાં એક એવી માતા રહે છે કે, જેણે પોતાના પતિના 14 વર્ષ પહેલા થયેલા અવસાન બાદ પણ 2 દીકરીઓની જિંદગી ઉજ્જવળ બનાવી છે.

Update: 2024-05-12 12:11 GMT

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં 14 વર્ષ પહેલા પતિના અવસાન બાદ દીકરીઓને ભણાવવા માટે લોકોના ઘરકામ સહીત કાળી મજૂરી કરી માતાએ બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતા ખરા અર્થમાં મધર્સ ડેને સાર્થક કરી બતાવ્યો છે.

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં એક એવી માતા રહે છે કે, જેણે પોતાના પતિના 14 વર્ષ પહેલા થયેલા અવસાન બાદ પણ 2 દીકરીઓની જિંદગી ઉજ્જવળ બનાવી છે. આ માતાએ પોતે લોકોના ઘરકામ કરી જે રૂપિયા મળે તેમાંથી દીકરીઓની સ્કૂલ ફી અને ટ્યુશન ફી ભરીને આજે બંને દીકરીઓને ઊંચું શિક્ષણ અપાવવામાં સફળતા મેળવી છે. મોટી દીકરી કોલેજમાં જ્યારે નાની દીકરીએ હાલમાં જ ધોરણ 12 કોમર્સમાં 99.69% સાથે ઉતીર્ણ થઈ છે. હાલમાં જ ધોરણ 10 અને 12 શિક્ષણ બોર્ડની પરીક્ષા પરિણામ જાહેર થયું છે. જેમાં 14 વર્ષ પહેલા પિતાની છત્ર છાયા ગુમાવનાર પ્રેક્ષા મહેતા કે, તેણીએ શિક્ષણ મેળવવા માટે સ્કૂલમાં એડમિશન પણ મેળવ્યું ન હતું, અને પિતા ગુમાવ્યા હતા, અને આવા સંજોગોમાં પ્રેક્ષાને સારું શિક્ષણ મળશે કે, કેમ તેવી ચિંતા વચ્ચે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ પણ દીકરીઓના શિક્ષણ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તન, મન અને ધન સાથે મહેનત કરવાનું શરૂ કર્યું, અને લોકોના ઘરકામ સહિત કાળી મજૂરી કરીને પણ પ્રેક્ષા મહેતાને શાળામાં સારું શિક્ષણ અપાવવામાં એક માતા એકલા હાથે લડી છે, અને આજે પ્રેક્ષા મહેતાના ધોરણ 12 કોમર્સમાં 99.69% સાથે પાસ થતા માતાની મહેનત દીકરીએ એણે જવા નથી દીધી, અને આજે મધર્સ ડેના દિવસે દરેક દીકરીઓને આવી જ માતા મળે તેવી પ્રેક્ષા મહેતાએ આશા વ્યક્ત કરી છે.

કહેવાય છે ને કે, માતા પોતાના સંતાનો માટે કોઈપણ કામ કે, નોકરી કરવાની હોય તો તે પીછે હટ કરતી નથી. પતિના અવસાન બાદ 2 દીકરીઓને ભણાવવા અને વિધવા મનિષાબેન મહેતા માત્ર 7 જ ભણેલા હોવા છતાં પણ બંને દીકરીઓને માતા અને પિતા બંનેનો પ્રેમ માતા તરફથી મળ્યો, અને 14 વર્ષ પહેલા પતિ ગુમાવનાર મનીષા બેને બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે શાળા અને ટ્યુશનની ફી એકત્ર કરવા લોકોના ઘરના ઘરકામ કર્યા અને બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. નાની દીકરી પણ ધોરણ 12 કોમર્સમાં 99.69 ટકા સાથે પ્રથમ આવતા વિધવા માતાએ ગર્વ અનુભવ્યો છે. ઘણા કિસ્સાઓમાં લગ્ન બાદ સંતાન હોય છતાં પણ વિધવા મહિલાની ઉંમર 30 વર્ષની હોય તો તે પોતાના ભવિષ્ય માટે બીજા લગ્ન કરી લેતા હોય છે, પરંતુ મનિષાબેન મહેતા 30 વર્ષની ઉંમરે ઘણા લોકોએ તેને બીજા લગ્ન કરવાની સલાહ આપી પરંતુ મનીષાબેનએ પોતાની દીકરીના ભવિષ્ય માટે બીજા લગ્ન ન કરી લોકોના ઘર કામ કરી બંને દીકરીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવી એક માં તરીકેની ભૂમિકા ભજવીને દરેક માતા પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવે તેવી ઈચ્છા પણ તેઓએમ મધર્સ ડે નિમિતે વ્યક્ત કરી છે.

Tags:    

Similar News