વાગરાના પહાજ ગામે ગેલ ઇન્ડિયા દ્વારા 180 એલપીજી ગેસ ક્નેક્શનનું વિતરણ કરાયુ

Update: 2016-12-24 09:54 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પહાજ ગામે ગેલ ઇન્ડિયા દ્વારા 180 જેટલા પરિવારોને એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ગામડાની મોટા ભાગની મહિલાઓ રસોઈ બનાવવા ઈંધણ તરીકે લાકડા અને સુકા છાણ નો ઉપયોગ કરે છે. વાગરાના પહાજ ગામે ગેલ કંપની એ મહિલાઓને રસોઈ બનાવતી વખતે ધુમાડાથી સ્વાસ્થ્ય ને થતા નુકશાન ને ધ્યાને લઇ એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો.

આ તબક્કે ગેલ કંપની ના જી.એમ યુ પી ભગત એ ઉપસ્થિત ગ્રામજનો ને જણાવ્યુ હતુ કે મહિલાઓને ધુમાડા થી રક્ષિત કરવાનો પ્રયાસ ગેલ ઇન્ડિયા લી. દ્વારા કરવામાં આવ્યો છે. એલ.પી.જી ના 354 જેટલા પરિવારો ને વિના મૂલ્યે ગેસ કનેકશન આપવા ના છે.

પહાજ ગામને સ્મોકલેશ બનાવવાના ભાગરૂપે 180 કુટુંબને ગેસ કનેકશનનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. વિતરણ કરતા પહેલા આમોદ ઇન્ડેન ગેસ એજન્સી દ્વારા ગામ લોકો અને ખાશ કરીને મહિલાઓને સેફ્ટી અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

 

જયારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કંપાસ બોક્સનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 

Tags:    

Similar News