શહેરાના વાઘજીપુર ગામે ખેડૂતે મકાઇના ખેતરમાં ઉગાડ્યો ગાંજો,પોલીસે ૪૩,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કર્યો જપ્ત

Update: 2019-02-07 07:00 GMT

શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલા એક મકાઇના ખેતરમા ખેડૂતે ગાંજાના છોડ ઉગાડતો હોવાની વાતથી પોલીસ પણ હચમચી ગઈ હતી. આ ઘટનામાં એસઓજી અને સ્થાનિક પોલીસે છાપો મારીને ૪૪૩ કિલો ગાંજો રૂપિયા ૪૩,૫૦,૦૦૦/-લાખના છોડ સાથે એક ઇસમની ધરપકડ કરીને તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="83549,83550,83551"]

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જીલ્લાના એસઓજી શાખા અને સ્થાનિક પોલીસને મળેલ બાતમીના આધારે શહેરા તાલુકાના વાઘજીપુર ગામે એક શખ્શ પ્રતાપભાઈ નાનસિંહાબારીયા રહે રાઠવા ફળીયુ પોતાના ખેતરમાં જ ગાંજાની ખેતી કરે છે. જેથી બાતમી વાળી જગ્યાએ એસઓજી શાખાની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જયાં ગાંજાના છોડ ઊગાડેલા મોટા પ્રમાણમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. SOG શાખાએ ૪૪૩ કિલો ગાંજાના છોડ જેની કિંમત રૂપિયા ૪૩,૫૦,૦૦૦ લાખનો મુદામાલ જપ્ત કરી સાથે એક ઇસમની ધરપકડ કરીને તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

Similar News