શાપર-વેરાવળ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય SOG

Update: 2019-06-27 07:35 GMT

પોલીસ અધિક્ષક મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચનાથી એસ.ઓ.જી બ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર એચ.જી.પલ્લાચર્યા તથા એસ.ઓ.જી.શાખાના સ્ટાફ સાથે એસ.ઓ.જી. શાખાને લગતી કામગીરી માં હતા.

દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે વેરાવળ- શાપર રામદેવનગરમાં આવેલ પરફેક્ટ રોલર કારખાનાની ઓરડીમાં રહેતા કબીન્દ્ર રૂષીનાથ મહાપાત્ર જાતે.બ્રાહ્મણ ઉવ.૩ર હાલમાં રહેવાસી. વેરાવળ શાપર રામદેવનગરમાં આવેલ પરફેક્ટ રોલર કારખાનાની ઓરડીમાં તથા મુળ વતન રહે.બરહમ પેડીપથ્થર તા.આઠમલી પો.સ્ટે.ઠાકુરગઢ જી.અનગુલ ઓરીસ્સા વાળાને ત્યાં મળેલ હકીકત આધારે રેઇડ કરતા તેની કબ્જા ભોગવટાની ઓરડીમાંથી બિન-અધિકૃત માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન ૧.૫૯૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧૧,૧૩૦/- નો મુદામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Similar News