સતત 8 મી વાર જીત્યો ભારતીય સુપરસ્ટાર બોક્સર વિજેન્દર સિંહ 

Update: 2016-12-18 12:49 GMT

 

ભારતીય સુપરસ્ટાર બોક્સર વિજેન્દર સિંહે શનિવારના રોજ તંજાનિયાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસિસ હરાવી દીધો હતો.

વિજેન્દર સિંહે ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશનના સુપર મિડલવેટ વિભાગના વર્તમાન ચેમ્પિયન એવા આફ્રિકન ખેલાડી ફ્રાંસિસ ચેકોને ત્રીજા રાઉન્ડમાં હરાવીને પોતાના વ્યવસાયિક બોક્સર બન્યા બાદની સતત 8મી જીત સાથે પોતાનું WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટ નું ટાઇટલ પણ જાળવી રાખ્યું હતું.

આ મુકાબલો માત્ર 7 મિનિટ ચાલ્યો હતો જેમાં ત્રીજા રાઉન્ડમાં માત્ર 57 સેકંડમાં જ વિજેન્દરે ચેકાને હરાવીને મેચ પોતાના નામે કરી હતી.

 

 

Similar News