સુરત અલથાણમાં યુવકને ગાળો આપી પટ્ટાથી માર મારવામાં આવતો વિડીયો થયો વાયરલ

Update: 2019-06-07 08:54 GMT

સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવકને ગાળો આપી પટ્ટાથી માર મારવામાં આવ્યો હોવાની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા માર મારવાની ઘટના સામે આવી હતી. યુવાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

સુરતના ભટાર ખાતે આવેલા પરીતોષ એપોર્ટમોન્ટમાં રત્નલાલ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. ગત રોજ રાત્રે સચિનથી ઘરે પરત ફરી રહ્યા હતા.દરમિયાન અલથાણ રોડ પર ખોડિયાર માતાજીના મંદિર સામે તેની બાઈક સાથે અથડાઈ ગઈ હતી. જેથી બે બાઈક સવાર ચાર જેટલા યુવાનોએ તેમને તેમના જ પટ્ટા વડે ગાળો આપી માર માર્યો હતો. યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ યુવકે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર યુવાનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.

Tags:    

Similar News