સુરત : કોંગ્રેસ દ્વારા યોજાયું “જન વેદના આંદોલન”, વિવિધ પ્રશ્ને કરાયો સરકારનો વિરોધ

Update: 2019-11-15 13:48 GMT

દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને મંદીને લઇ લોકો પરેશાન છે. સાથે મંદી

અને બેરોજગારીની માર વચ્ચે સરકારે આકરા દંડ સાથે નવા ટ્રાફિકના નિયમો શરૂ કરતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને લઈ સુરતમાં

કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું હતું.  

સુરત શહેરના અઠવાલાયન્સ

વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ

કરવામાં આવ્યો હતો. સુરતમાં કોંગ્રેસ નેતાઓ અને

કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા જુદા જુદા પ્રશ્નો

જેવા કે મોંઘવારી, મંદી, બેરોજગારી અને નવા

ટ્રાફિક નિયમોના આકરા દંડના વિરુદ્ધમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે થાળી આને વેલણ લઈ વિરોધ કર્યો હતો. દેશના પ્રધાન

મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી તેમના કાન ખોલી લોકોને પડતી તકલીફોને સાંભળે તેમજ તમામ

સમસ્યાનું નિરાકરણ લાવે તે માટે કોંગ્રેસ દ્વારા જન

વેદના આંદોલન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજી સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવામાં

આવ્યું હતું.

Tags:    

Similar News