સુરત : રવિવારી બજારોમાં અચાનક ત્રાટકી પોલીસ, જુઓ પછી શું થયું

Update: 2020-11-22 12:48 GMT

સુરતમાં નાઇટ કરફયુ અમલમાં મુકવામાં આવ્યાં બાદ રવિવારે સવારથી બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. કોરોના વાયરસના સંક્રમણનો ભય વધી જતાં મનપાનું તંત્ર એકશનમાં આવ્યું હતું.

કાયમ ભીડ હોય તેવા ચૌટા બજાર અને ઝાંપા બજાર સહિતના અનેક વિસ્તારમાં  પાલિકાએ પોલીસની મદદથી બજારો બંધ કરાવી દીધા હતાં. સુરતમાં રાત્રિ દરમિયાન કરફ્યુ લગાવી દેવામાં આવી છે પરંતુ શહેરમાં ભરાતા બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળતા મનપા દ્વારા બજારો બંધ કરવામાં આવ્યા હતાં. અચાનક જ પાલિકા અને પોલીસના કર્મચારીઓની  ભીડવાળા બજારમાં એન્ટ્રી થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ખરીદી માટે આવેલાં લોકો સોશિયલ ડીસટન્સ જાળવતાં ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags:    

Similar News