સુરતમાં 700 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ અને રાખડીની સંગમ માનવ પ્રકુતિ બનાવી

Update: 2019-08-13 16:28 GMT

૧૫મી ઓગસ્ટ અને રક્ષા બંને આ બંને મહત્વના તહેવાર એક જ દિવસે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ અને રાખડીની સંગમ માનવ પ્રકુતિ બનાવી હતી. ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી આ કૃતિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.

સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દર પર્વે ખાસ માનવ પ્રતિકૃતિ બનાવતા હોય છે. આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનનો તહેવાર એક સાથે આવતા વિદ્યાર્થીઓ એક અનોખી માનવ પ્રતિકૃતિ બનાવી લોકોને શુભેચ્છા આપી હતી. વિદ્યાર્થીઓ આશરે એક અઠવાડિયાની મહેનત બાદ વિદ્યાલયના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈ યોજનાબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજ અને રાખડીમાં માનવ પ્રતિકૃતિમાં બદલાઈ ગયા હતા. આ વિશાલ રાખડી અને રાષ્ટ્રધ્વજનો ઉપરથી જ્યારે નજારો જોવામાં આવે ત્યારે કોઈ કહી ન શકે કે આ માનવ પ્રતિકૃતિ છે. પરંતુ વિદ્યાર્થીઓ એની મહેનત અને ગુરુકુલ વિદ્યાલયના અનુશાસનનું પરિણામ છે કે એક સાથે આટલો વિશાળકાય રાષ્ટ્રધ્વજને રાખડી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Tags:    

Similar News