સૌરાષ્ટ્ર ઉપર મેઘાની કહેર, છતાં જાંબુર ગામના લોકો કેમ માણી રહ્યાં છે વરસાદની મોજ ?

Update: 2018-07-19 09:19 GMT

ઉના તાલુકાના છેવાડાના ગામ એવા વાસોજમાં લોકોના અડઘા ધર પાણીમાં ગરકાવ

એક તરફ થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ગીર-સોમનાથ જીલ્લાની જો વાત કરવામાં આવે તો જીલ્લાના ઉના, ગીર ગઢડા અને કોડીનારમા પંથકમા ખેતરોમા પાણી ઘુસી જતા જમીનોનું ધોવાણ થયુ છે. સાથે જ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વાવણી પણ નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકશાન પણ વેઠવું પડ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણી ઓસરતાની સાથે જ સર્વે કરવાની અધિકારીઓને તાકીદ કરી છે. તો હજુ પણ ગીર સોમનાથ જિલ્લાના કેટલાંક ગામો એવા છે કે જ્યા હજુ પણ માથા સમા પાણી છે. તો કેટલાંક ગામોમા કેડ સમા પાણી જોવા મળી રહ્યા છે. ઉના તાલુકાના છેવાડાના ગામ એવા વાસોજમાં લોકોના અડઘા ધર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ વંથલી તાલુકાના જાંબુર ગામે સિદી જાતીના લોકો વરસાદની મોજ માણી રહ્યા છે. વરસાદને કારણે સરસ્વતી નદીમાં પુર આવતાં ઘસમસતા પાણીનાં પ્રવાહમાં સિદી જાતીના લોકો પોતાનો પરંપરાગત નૃત્ય કરતા પાણીનાં પ્રવાહમાં નાહવા પડે છે.

Similar News