હવે રેલવે પણ કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરશે !

Update: 2018-07-08 12:56 GMT

  • નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફરી મળશે નોકરીની તક

  • જૂના સ્ટીમ એન્જિન, કોચ અને સિગ્નલ જેવી હેરિટેજની સાચવણી માટે કર્મચારીઓની કરાશે નિમણૂંક

નોકરીઓ આપવાના મામલે રેલવે બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે ભરતી બોર્ડને બાયપાસ કરીને કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની નિમણૂંક કરવાનુ રેલવે સત્તાધીશોએ નક્કી કર્યુ છે.

રેલવેની કેટલીક કેટેગરીમાં કર્મચારીઓની અછત છે. જેને તાત્કાલિક દૂર કરવા માટે કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાનુ રેલવેએ નક્કી કર્યુ છે કારણ કે રેલવે ભરતી બોર્ડ દ્વારા થતી નિમણૂકની પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે. આ સિવાય રેલવે નિવૃત્ત કર્મચારીઓને પણ ફરી નોકરીએ રાખશે.

ખાસ કરીને જૂના સ્ટીમ એન્જિન, કોચ અને સિગ્નલ જેવી હેરિટેજની સાચવણી માટે આવા કર્મચારીઓની નિમણૂંક થશે. તેમને પણ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી આપવામાં આવશે. ખાલી જગ્યાઓ પૈકી કેટલીક જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરવી તે નક્કી કરવા માટે દરેક ઝોનના પ્રમુખોની સલાહ લેવામાં આવશે.

Similar News