હૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા

Update: 2019-12-06 02:53 GMT

હૈદરાબાદ ગેંગરેપના ચારેય

આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44

નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક

મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના બની હતી. પોલીસે ચારેય

આરોપીઓને ઠાર માર્યા છે.

હૈદરાબાદ ગેંગરેપના ચારેય

આરોપી પોલીસની એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર ગુરુવારે મોડી રાત્રે નેશનલ હાઇવે -44 નજીક બન્યું હતું. પોલીસ

આરોપીઓને ક્રાઈમ સીન રેક્રિએટ કરવા એન.એચ.-44 પર લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ

ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓને ઢેર કરી દીધા છે.

27-28 નવેમ્બરની વચ્ચેની

રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે ક્રૂરતાની ઘટના બની હતી. બેંગ્લોર

હૈદરાબાદ નેશનલ હાઇવે પરના અંડરપાસ નજીક એક મહિલા ડોક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આરોપીઓ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં હતા

પોલીસે આ કેસમાં ચાર આરોપીની

ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

મોકલવામાં આવ્યા હતા. પોલીસ ક્રાઇમ સીન રિક્રિએટ કરવા ઘટના સ્થળે આરોપીઓને લાઇન ગઈ હતી. આ દરમિયાન પોલીસ

એન્કાઉન્ટરમાં ચારેય આરોપી માર્યા ગયા હતા.

મહિલા ડોક્ટર સાથે દુષ્કૃત્ય

આચર્યું હતું

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર રાત્રિના સમયે ઘરે જય રહી હતી ત્યારે તેનું સ્કૂટર પંકચર થયું હતું. જ્યારે તે સ્કૂટી પાર્ક કરતી

હતી, ત્યારે જ ચાર નરાધમ લોકોએ ક્રૂરતાનું કૃત્ય કર્યું હતું. ચારે આરોપીઓએ મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યો હતો અને

ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી બળાત્કારનો ભોગ બનેલી મહિલાને સળગાવી દીધી હતી. હૈદરાબાદમાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આખા દેશમાં ગુસ્સો જોવા

મળી રહ્યો છે. સડક થી સંસદ સુધી ઘટનાના પડઘા પડ્યા છે.

Tags:    

Similar News