ભાજપ નેતાનુ ખુલ્લુ ટ્વીટ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખને ટેગ કરી પાણી ભરેલા ખાડાનો ફોટા ટ્વીટ કર્યા
ડૉ. ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું કે, એક કે બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય છે, તેવા નબળા રોડ બનાવવતા લેભાગુ કોન્ટ્રાકટરો, કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી જ ખરા અર્થમાં ” ટુકડે ટુકડે” ગેંગ છે. જેમને કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.
