અમરેલી : દામનગરમાં જિલ્લા પંચાયતના સભ્યની પુત્રીની છેડતી, લોકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવો

New Update
અમરેલી : દામનગરમાં જિલ્લા પંચાયતના સભ્યની પુત્રીની છેડતી, લોકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવો

અમરેલી

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી  હોય તેમ જિલ્લા પંચાયતના સભ્યની પુત્રીની

છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ દિવસથી આરોપીને ઝડપવામાં નહિ આવતાં લોકોએ

દામનગર પોલીસ સ્ટેશનને ઘેરાવો કરી બંધનું એલાન આપવાની ચીમકી આપી છે. 

રાજ્યમાં

દુષ્કર્મ અને  છેડતીની

ઘટનાઓ વધી રહી છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના દામનગર બેઠક પરથી ચૂંટાયેલા

કોંગ્રેસના  સદસ્ય મયૂર

આસોદરીયાની ૧૪ વર્ષની પુત્રીની છેડતીની ઘટના સામે આવી છે. તેમની પુત્રીનો બાઇક

સવાર યુવાને પીછો કરી મોબાઇલ નંબર માંગી છેડતી કરી હતી. બનાવ સંદર્ભમાં ત્રણ દિવસ

પહેલા દામનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ત્રણ દિવસ બાદ પણ આરોપી

નહિ ઝડપાતા લોકોમાં રોષ ફેલાયો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય સહિત સામાજિક અગ્રણી

હરજી નારોલા અને વિવિધ સમાજના આગેવાનો દામનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયાં હતાં

અને પોલીસ સ્ટેશનને ઘેરાવો કર્યો હતો. તેમણે આરોપીને ઝડપી પાડવામાં નહિ આવે તો

દામનગર બંધનું એલાન આપવાની ચીમકી આપી હતી. પોલીસે આરોપીને ટુંક સમયમાં ઝડપી

પાડવાની ખાતરી આપતા લોકોનો રોષ શાંત થયો હતો. 

Latest Stories