/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/25180021/14_1608896512.jpg)
અમરેલીના ચાંદગઢ ગામે આજે 17 યુગલનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દોડી આવતાં 17 જાન લીલાતોરણેથી પાછી ફરી હતી તેમજ જાનૈયા અને માંડવિયાઓએ ચાલતી પકડી હોય તેવાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે.કેટલાક યુગલોએ ઘરે જ ફેરા ફરી લગ્ન વિધી સંપન્ન કરી હતી.
ચાંદગઢ ગામે સમસ્ત કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સમૂહલગ્નની આયોજક દ્વારા મંજૂરી લેવામાં આવી નહોતી. આથી પોલીસને જાણ થતા દોડી ગઈ હતી. આથી 17 વરરાજાની જાન પોતપોતાના ઘરે પરત ફરી હતી. જેમાં કેટલાક યુગલોએ ઘરે જ ફેરા ફરી લગ્ન વિધી સંપન્ન કરી હતી.