અમરેલી : સાવરકુંડલામાં વરસાદે વેર્યો વિનાશ,સરગવા,કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા. ગુજરાત, સમાચાર
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો,જેના કારણે પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.પવન અને વરસાદના જોર સામે 15 વીઘામાં વાવેતર કરવામાં આવેલા સરગવાના વૃક્ષ તૂટી ગયા હતા,પરિણામે સરગવાના 200 જેટલા વૃક્ષને નુકસાન પહોંચ્યું હતું. દિવાળી પછી ખેડૂતો પાક આવવાની રાહ જોઈને બેઠા હતા પરંતુ ખેડૂતે નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો.આ ઉપરાંત કપાસ,મગફળીના પાકને પણ વ્યાપક નુકશાન થયું હતું.અને ખેડૂતોએ વરસાદે વેરેલા વિનાશથી ભારે નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે.
