અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે નિર્માણ પામેલ ધી યુનાઇટેડ નેશન્સ-2023 અંતર્ગત વોટર કોન્ફ્રરન્સ લેકનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં જળ સિંચાઈના હેતુથી સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સરકારની સહાય અને લોકો ભાગીદારીથી જળ સંચયના કાર્યો થઈ રહ્યા છે, ત્યારે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સરકારના સહયોગથી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ધી યુનાઇટેડ નેશન્સ-2023 અંતર્ગત વોટર કોન્ફ્રરન્સ લેકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વોટર કોન્ફ્રરન્સ લેકનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધી યુનાઇટેડ નેશન્સ-2023 અંતર્ગત વોટર કોન્ફ્રરન્સ લેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 3.74 કરોડના ખર્ચે 14.86 એકરમાં અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે નિર્માણ પામેલ જળ સંગમ તળાવમાં 25,40,887 ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવશે.
પાણીના સંગ્રહ થકી જ્યારે પણ જળસંકટની પરિસ્થિતી સર્જાય ત્યારે તેવી સ્થિતિ સામે બાથ ભીડી શકાય તેમ છે.
