ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી “અમૃત આહાર સ્ટોલ”નું આયોજન જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેત ઉત્પાદન મેળવતા ખેડૂતોને પ્રોત્સાહન આત્મા પ્રોજેક્ટના સહયોગથી તથા સંતરામ મહારાજના આશીર્વાદથી સંતરામ મંદિરના પ્રટાંગણમાં અમૃત આહાર સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દર ગુરુવારે કરવામાં આવશે. જેમાં સુભાસ પાલેકર પ્રાકૃતિક કૃષિ (SPNF) પદ્ધતિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશોનું વેચાણ-કમ-પ્રદર્શન કરવામાં આવ્યું છે.
જેમાં મુખ્ય પાકો ચોખા (તથા તેની જુદી જુદી જાતો જેમ કે, કૃષ્ણ-કમોદ, લાલ ચોખા, ઇન્દ્રાણી, આંબેમોર વગેરે)ની જાતો ઘઉં, રાજગરો, તથા રાજગરાનો લોટ, રાઈ, ગોળ, ઘી, તેલ, સિંધવ મીઠું, બાજરી, બાજરીનો લોટ, સરગવાના પાનનો પાઉડર, કેરી અને ગુંદાનું અથાણું, ચોખાની પાપડી, ચણાદાળ, ઘઉંની સેવ, ધુપબત્તી, પંચગવ્ય સાબુ તથા ગૌ-મૂત્ર અર્કનું વેચાણ કરવામાં આવ્યું હતું. સંતરામ મહારાજના આશીર્વાદથી આજ રોજ અંદાજીત ૩૫૦૦ રૂપિયા જેટલું વેચાણ કરેલ છે.
સવારથી લઈ બપોર સુધીમાં અંદાજીત ૨૧૦૦ જેટલા વ્યક્તિઓએ સ્ટોલ મુલાકાત કરી છે. પ્રાકૃતિક કૃષિના વધુ પ્રચાર અને પ્રસાર માટે આવેલા મુલાકાતીઓને નડિયાદ ખાતે માઈ મંદિર રોડ ખાતે આવેલ ગ્રામ હાર્ટ માં સદર વસ્તુઓનું વેચાણ કાયમી ધોરણે ચાલુ છે. તે જણાવ્યું આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ. કે દવે સવિશેષ હાજરી આપીને પ્રાકૃતિક ખેતીનો વધુ વ્યાપ વધે તેમ જણાવ્યું વધુમાં આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. એચ. સુથાર તથા જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી પણ હાજર રહ્યા હતા. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડા જિલ્લાના ૧૦ તાલુકાના અંદાજીત ૧૫ ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.
