અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

જીઆઇડીસી પોલીસ મથક ખાતે આયોજન

શસ્ત્ર પ્રદર્શનનું આયોજન

શાળાના વિદ્યાર્થીઓએ લીધો લાભ

પોલીસની કામગીરીથી કરાયા માહિતગાર

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આજે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા વિવિધ પ્રકારનાં શસ્ત્રોની માહિતી આપી વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીથી માહિતગાર કરાયા હતા

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આજે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા તથા પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારનાં શસ્ત્રો અંગે માહિતગાર કરવાનો હતો.આ શસ્ત્ર પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારનાં શસ્ત્રોની ઓળખ, તેમની ઉપયોગિતા તેમજ પોલીસની કામગીરીમાં તેમની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ પણ શસ્ત્રો અંગે રસપૂર્વક જાણકારી મેળવી હતી અને પોલીસની કામગીરીને નજીકથી સમજવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાધિકાબેન,વર્ષાબેન સહિત લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.