મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ

મારી યોજના પોર્ટલથી ડિજિટલ ક્રાંતિ

સરકારી ધરમધક્કામાંથી નાગરિકોને મુક્તિ

પોર્ટલથી વહીવટમાં પારદર્શિતા અને ઝડપ

ડિજિટલ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ‘મારી યોજના’ પોર્ટલ 600થી વધુ કલ્યાણકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી ડિજિટલ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

સરકારી કચેરીઓના ધરમધક્કા, દસ્તાવેજોની ગૂંચવણ અને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની મજબૂરી, સામાન્ય નાગરિકની આ વર્ષો જૂની પીડાનો હવે કાયમી અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ‘મારી યોજના’ પોર્ટલ 600થી વધુ કલ્યાણકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી ડિજિટલ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વહીવટમાં ઝડપ અને પારદર્શિતા આવતા છેવાડાના માનવીના સમય અને નાણાં બંને બચી રહ્યા છે.

શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન અને સમાજ કલ્યાણ જેવા મહત્વના વિભાગોની સેવાઓ હવે આ પોર્ટલ પર એક સાથે ઉપલબ્ધ છે. સરકારી વહીવટ હવે કચેરીઓની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને સીધો નાગરિકોના ઘર સુધી પહોંચ્યો છે.

ખેડૂતો AnyRoR પોર્ટલ દ્વારા જમીનના 7/12 અને 8-અના ઉતારા ઘરે બેઠા મેળવી રહ્યા છે. વિધવા સહાય, આવકના દાખલા, વારસાઈ નોંધ, પેન્શન અને શિષ્યવૃત્તિ જેવી તમામ સેવાઓ કોઈપણ અડચણ વગર સરળતાથી ઉપલબ્ધ બની છે.

દસ્તાવેજોની માથાકૂટ અને વચેટિયાઓની પળોજણમાંથી મુક્તિ મેળવી, ગુજરાતની જનતા આજે સાચા અર્થમાં ‘ડિજિટલ સુશાસન’નો અનુભવ કરી રહી છે.