અંકલેશ્વ: ખોડલધામ સમિતિ દ્વારા સતત બીજા વર્ષે પારિવારિક માહોલમાં સાંસ્કૃતિક ગરબા મહોત્સવનો પ્રારંભ કરાયો
રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા નવરાત્રનો પ્રારંભ થયો છે. સમાચાર
રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા નવરાત્રનો પ્રારંભ થયો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હિંમતભાઇ શેલડીયા, ભરતભાઈ પટેલ, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા, નવરાત્રી મહોત્સવના કન્વીનરોની હાજરીમાં માં ભગવતી ખોડલની આરતી સાથે ગરબા ગ્રાઉન્ડ ખુલ્લું મુકવામાં આવ્યું હતું, ખુબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ વડીલો નાના બાળકો ગરબે ઘૂમી માતાજીના આરાધના કરી હતી.
