અંકલેશ્વર શહેરમાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં રેલવે સ્ટેશન નજીક આવેલા ટાંકી ફળિયામાં પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા 18 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.87,680નો મુદ્દામાલ કબજે કર્યો છે.અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ટાંકી ફળિયામાં રમેશભાઈ શંકરભાઈ વસાવા પોતાના રહેણાક મકાનની પાછળ બનાવેલા પતરાના શેડમાં બહારથી લોકોને બોલાવી આર્થિક ફાયદા માટે પત્તા વડે જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પતરાના શેડમાં ગોળ કુંડાળું બનાવી પત્તા વડે જુગાર રમતા 18 ઇસમોને પોલીસે સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા.પોલીસે અંગઝડતીમાંથી રૂ.44,500, જુગારના દાવ પરના રૂ.3,680 અને નાલના રૂ.4,000 મળી કુલ રૂ.52,180 રોકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત જુદી-જુદી કંપનીના 8 મોબાઇલ ફોન, જેની કિંમત રૂ.35,500 હોવાનું જણાવાયું છે, તેમજ પત્તા અને જુગાર રમવાના અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ

રમેશભાઈ શંકરભાઈ વસાવા

કમલેશભાઈ અંબુભાઈ પટેલ

પરસોત્તમભાઈ શંકરભાઈ વસાવા

ભલાભાઈ છીતુભાઈ રાઠોડ

રણજીતભાઈ દાઉદભાઈ વસાવા

રામસીંગ ગંભીરભાઈ વસાવા

માનવ દેવીદાસ ખત્રી

પિયુશભાઈ અમૃતલાલ ઈન્દ્રોડીયા

અનુભાઈ ઠાકોરભાઈ વસાવા

સાકીરભાઈ મીરસાબ કુરદ

સુરેશભાઈ જયંતીભાઈ વસાવા

મોહમદ જાહીદ અલ્લાદ્દીન મન્સુરી

આરીફ તસ્બર શેખ

સુનીલ પરસોત્તમભાઈ ભોજવાણી

યાકુબ અયુબ શેખ

યુસુફ ઇસ્માઇલ સૈયદ

લુકમાન મુનીર બેગ

મનસારામ શંકર ભાલસે