ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

આયુષ કેમ્પનું આયોજન કરાયું

આરોગ્ય શાખા દ્વારા આયોજન કરાયું

300થી વધુ લોકોએ લીધો લાભ

આયુર્વેદ દિવસ નિમિત્તે આયોજન

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા શહેરના ભૃગુઋષિ મંદિર ખાતે આયુષ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું જેનો 300થી વધુ લોકોએ લાભ લીધો હતો

​ભરૂચમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે વિનામૂલ્યે આયુષ નિદાન અને સારવાર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પનું સંચાલન આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તથા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું.

​જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. આમ્રપાલીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કેમ્પમાં ઋતુજન્ય રોગો, પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચામડી, સ્ત્રીરોગ અને સાંધાના રોગો સહિતની વિવિધ બિમારીઓ અંગે ૩૦૦ થી વધુ નાગરિકોને નિશુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી.​

આ કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન અંગે વિશેષ લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે સહયોગી સંસ્થા  ભાર્ગવ સમસ્ત પંચક ટ્રસ્ટના ચેરમેન પિયુષ વીણ, પ્રમુખ રવિન્દ્ર હિન્દીયા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ,  પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત અને સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીને જિલ્લા આયુર્વેદ અધિકારીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.