અંકલેશ્વર જી.આઈ.ડી.સીની  ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ-11મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતી. કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.સિક્યુરિટી ગાર્ડે પ્રોડકશન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો 6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગાઉ સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા બાદ વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનન ઉર્ફે ગજા શાલિગ્રામ મુલાંડે ,શ્રીકૃષ્ણ સુનીલ મુલાંડે અને અશોક દામુ દેવકરની ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મળી કંપનીમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.