ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના દિવા ગામની સીમમાં આવેલ શેરીડીના ખેતરમાં રમતા 8 જુગારીઓની રૂપિયા 14 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં વધતી જતી ગુન્હાખોરીને અટકાવના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજી દારૂ, જુગાર અને ચોરી જેવા અન્ય ગોરખધંધા કરતા ઈસમો પર લાલ આંખ કરવામાં આવી છે. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં વિવિધ સ્થળે રેડ કરતાં ગત રાત્રી દરમ્યાન LCB પોલીસે અંકલેશ્વરના જુના દિવા ગામની સીમમાં જુગાર રમતા મનોજ પટેલ, શૈલેષ પટેલ, ફરશું વસાવા, ગુલામ મુલ્લા, સંદીપ પટેલ, કેશવ કલાલ, અર્જુન અટોદરિયા અને પાર્થ વાઘેલા મળી કુલ 8 જેટલા જુગારીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે 1 ફોર વ્હીલર કાર અને 7 જેટલી મોટરસાયકલ સહિત રૂપિયા 14 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.