-
ભરૂચમાં હાંસોટના કુડાદરા ગામે આયોજન
-
ભવ્ય લોકડાયરાનું આયોજન
-
જય ભવાની ગ્રુપ દ્વારા આયોજન કરાયું
-
કીર્તિદાન ગઢવી-અપેક્ષા પંડ્યાએ બોલાવી રમઝટ
-
મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા આયોજન કરાયું
અંકલેશ્વર: મંત્રી ઇશ્વરસિંહ પટેલના વતન કુડાદરા ગામે ભવ્ય લોકડાયરો યોજાયો, કીર્તિદાન ગઢવી-અપેક્ષા પંડ્યાએ રમઝટ બોલાવી
ભરૂચના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું સમાચાર
ભરૂચના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ લોકગીતો તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી
ભરૂચના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના વતન ખાતે આયોજિત આ કાર્યક્રમને લઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ભવાની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે જય ભવાની ગ્રુપ અને મંત્રી ઇશ્વરસિંહ પટેલના સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ તેમના વૃંદ સાથે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. જેને કારણે સમગ્ર માહોલ ભક્તિમય અને રંગીન બની ગયો હતો. ડાયરાના દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કલાકારોની રજૂઆતનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સાધુ-સંતો તેમજ સ્થાનિક આગેવાનોની પણ ઉપસ્થિત રહ્યા હતા.
