ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ભરણ ગામની સીમમાં સગેવગે કરવામાં આવતા વિદેશી દારૂની ટ્રક નંબર GTT 8735 પર દરોડા પાડયાં હતા. જ્યા પોલીસને ચકમો આપી ભરણ ગામના રહીશ અને કુખ્યાત બુટલેગર મુકેશ અર્જુન વસાવા તેમજ ટ્રક ચાલક ફરાર થઈ ગયા હતા.પોલીસે ટ્રકમાં રહેલ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ અને ટ્રક મળી રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે