અંકલેશ્વર : 2.82 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે સુરતનો યુવાન ઝડપાયો

અંકલેશ્વર : 2.82 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે સુરતનો યુવાન ઝડપાયો
New Update

દિવાળીના તહેવારો નજીક આવી રહયાં છે ત્યારે બજારમાં બનાવટી ચલણી નોટો ફરતી કરનારા લોકો પણ સક્રિય બન્યાં છે. ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરમાંથી 2.82 લાખ રૂપિયાની કિમંતની નકલી નોટ સાથે સુરતના યુવાનને ઝડપી પાડયો છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપના એએસઆઇ પ્રદિપભાઇને બાતમી મળી હતી કે સુરતથી એક યુવાન નકલી ચલણી નોટો લઇ અંકલેશ્વરના અન્સાર માર્કેટમાં ખરીદી કરવા માટે આવવાનો છે. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા એસઓજી પીઆઇ પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો હાઇવે પર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. બાતમી મુજબની બાઇક આવતાં તેને અટકાવી સવારની પુછપરછ કરતાં તેણે પોતે કામરેજ તાલુકાના મોરથાણા ગામે રહેતો જીજ્ઞેશ નટુભાઇ રાણીંગા હોવાનું જણાવ્યું હતું.  તેની પાસે રહેલી થેલીની તપાસ કરતાં તેમાંથી 50 રૂપિયાના દરની ભારતીય ચલણી નોટો મળી આવી હતી. પોલીસે બેંકના મેનેજર તથા એફએસએલ પાસે તપાસ કરાવતાં આ તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 50 રૂપિયાના દરની 5,644 ચલણી નોટ, મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિત કુલ 3.37 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લીધો છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી જાતે જ નકલી ચલણી નોટો છાપતો હોવાની વિગતો સપાટી પર આવી છે. બજારમાં નકલી નોટો ફરતી કરવા માટે તે અન્સાર માર્કેટમાં ખરીદી કરવા આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

#Bharuch #Connect Gujarat #Bharuch Police #fake currency #Ankleshwar Fake Currency #fake currency Scame
Here are a few more articles:
Read the Next Article