-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન
-
અનુપમ મિશન દ્વારા આયોજન
-
અન્નકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો
-
સાધુ સંતો રહ્યા ઉપસ્થિત
-
ભક્તોએ દર્શનનો લીધો લાભ
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંત સતિષદાસજી, મણીદાસજી, રાજેશભાઈ અને રોહનભાઈ સહિતના આગેવાનો તેમજ અક્ષરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શનનો લ્હાવો લીધો હતો.
