અંકલેશ્વરની વાલિયા ચોકડી પર પુરઝડપે આવતી અજાણી ટ્રકે છકડાને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ૪ ઇસમોને ગંભીર ઇજાઓ પહોચી હતી. ઘાયલોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક બ્રીજ ઉતરતી વેળા પુરઝડપે ધસી આવેલ એક અજાણ્યા ટ્રકે છકડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોને માથામાં અને અન્ય ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરાતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
